Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિરાટ કોહલીની ફિલ્ડીંગ નિશાને ચઢી, 3 આસાન કેચ છોડ્યા-Video

ઢાકા ટેસ્ટ ના ત્રીજા દિવસની રમતના અંતે ભારતને હવે જીત માટે 100 રન બાકી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસની રમત રમાઈ રહી હતી, ત્યારે વિરાટ કોહલીના હાથમાંથી આસાન કેચ છૂટતા જોવા મળી રહ્યા હતા. કોહલીને ફિટનેસ માટે આમ તો ખૂબ વખાણવામાં આવે છે, પરંતુ ઢાકામાં તે ફિલ્ડીંગમાં ચૂક કરતો જોવા મળ્યો હતો. વિશ્વભરમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલàª
વિરાટ કોહલીની ફિલ્ડીંગ નિશાને ચઢી  3 આસાન કેચ છોડ્યા video
Advertisement
ઢાકા ટેસ્ટ ના ત્રીજા દિવસની રમતના અંતે ભારતને હવે જીત માટે 100 રન બાકી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસની રમત રમાઈ રહી હતી, ત્યારે વિરાટ કોહલીના હાથમાંથી આસાન કેચ છૂટતા જોવા મળી રહ્યા હતા. કોહલીને ફિટનેસ માટે આમ તો ખૂબ વખાણવામાં આવે છે, પરંતુ ઢાકામાં તે ફિલ્ડીંગમાં ચૂક કરતો જોવા મળ્યો હતો.

વિશ્વભરમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ફિટનેસને લઈ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. વિરાટ કોહલીને પણ વિશ્વમાં સૌથી ફિટ ક્રિકેટરોમાંથી એક ગણવામા આવે છે. પરંતુ એક બાદ એક ત્રણ કેચ ઢાકાના મેદાનમાં છોડતો કોહલી જોવા મળ્યો હતો. જે કેચ એકદમ સરળ હતા. આવી ફિલ્ડીંગને લઈને જ બાંગ્લાદેશ ભારત સામે લક્ષ્યને થોડાક રન વધારી શક્યુ હતુ.
Advertisement

કોહલી થી છૂટ્યા કેચ
ત્રીજા દિવસે શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશની બેટિંગ ચાલી રહી હતી, ત્યાં 52મી ઓવરમાં નુરુલ હસનનો કેચ કોહલીએ છોડ્યો હતો. જે ઓવર લઈને અક્ષર પટેલ આવ્યો હતો અને જેમાં વિકેટ પડવાનો મોકો ભારતે ગુમાવ્યો હતો. નુરુલના બેટની કિનારી લઈને બોલ સિધો વિકેટકીપર ના ગ્લોવ્ઝને ટકરાઈને વિરાટ કોહલી તરફ પહોંચ્યો હતો. જ્યાં કોહલી તે બોલને ઝડપવામાં ચૂક્યો હતો

એક જ ઓવરમાં 2 મોકા છૂટ્યા

નુરુલને પણ બે વાર જીવત દાન મળ્યા હતા, જોકે તે 31 રન બનાવી પરત ફર્યો હતો. અક્ષર પટેલની એ જ ઓવરમાં ફરી એકવાર મોકો સર્જાયો હતો. જે પણ તક ઝડપી શકાઈ નહોતી. નુરુલના બેટની કિનારી લઈને બોલ ફરી વિરાટ કોહલી પાસે પહોંચ્યો હતો. જ્યાં ફરી એકવાર વિરાટ કોહલીએ કેચ ઝડપવાની કોશિશ કરી હતી. જોકે સોફ્ટ સિગ્નલ નોટ આઉટ રહ્યુ હતુ.

Advertisement

લિટન દાસે અડધી સદી નોંધાવી

ત્યારપછીની ઓવરોમાં પણ કોહલીનો કેચ છોડવાનું ચાલુ રહ્યું અને 59મી ઓવરમાં તેણે અશ્વિનના પ્રથમ બોલ પર લિટન દાસનો ખૂબ જ આસાન કેચ છોડ્યો. કોહલી એક હાથે કેચ પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે ચૂકી ગયો અને આ તકનો ફાયદો ઉઠાવતા લિટને સિંગલ લઈને પોતાની અડધી સદી પૂરી કરી.

આપણ  વાંચો- વિરાટ કોહલીને બાંગ્લાદેશના પ્લેયર સાથે થઈ માથાકૂટ, શાકિબે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×